મોરબીના સામાકાંઠેથી બીયરની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ઠેરઠેર જગ્યાએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે ગેંડા સર્કલ પાસેથી સ્વીફ્ટ કારમાં બીયરની હેરાફેરી કરતા એક ઇસમ ૧૩ ટીન બીયર સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ગેંડા સર્કલ પાસે સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.જે.-૫૨૧૮ વાળીમાથી બિયર ટીન નંગ -૧૩ કિં રૂ. ૩૨૫૦ તથા કાર કિં રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩,૦૩,૨૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી નરેન્દ્રભાઇ શાંતીલાલ સુમ્બડ (ઉ.વ.૩૭) રહે. ગોલ્ડન પ્લાઝા એપાર્ટમેન્ટ છઠ્ઠા માળે બ્લોક નં -૬૦૧ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.