મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ગણપતભાઈ મનજીભાઈ કોરડીયા ઉ.વ ૫૮ રહે માળીયા વનાળીયા સોસાયટી મોરબી-૨ વાળાએ ગત તા. ૨૦-૦૬-૨૦૨૪ ના રોજ કોઇ કારણોસર પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ગણપતભાઈનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
