મોરબીમાં સામા કાંઠે પાર્કિંગ કરેલ ગાડીઓ હટવાનું કહેલ જે વાતનું મન દુ:ખ રાખી છ શખ્સોએ યુવકને માર માર્યો
મોરબી: મોરબીમાં સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ,ઉમીયા માતાજીના મંદીર પાસે ગ્રાઉન્ડના ચોકમાંથી ગાડીઓ હટાવી લેવાનુ કહેતા તે સારૂ ન લાગતા છ શખ્સોએ યુવકને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રાહુલ ઉર્ફે મુનો કાંતીલાલ વિડજા (ઉ.વ.૩૪ .રહે. ઉમા ટાઉનશિપ મોરબી -૨) એ આરોપી પ્રકાશભાઇ ફુલતરીયા, અમૃતલાલ કુંડારીયા, અમૃતલાલ કુંડારીયાનો દીકરો (રહે. બધા મોરબી-૨ ઉમા ટાઉનશિપ) તથા અજાણ્યા ત્રણ માણસો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તા ૦૫-૦૯-૨૦૨૨ ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં મોરબી સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ,ઉમીયા માતાજીના મંદીર પાસે ગ્રાઉન્ડના ચોકમાં પર્કીંગ કરેલ ફોર વ્હીલ ગાડીઓ હટાવતા હોય જેને આ કામના આરોપી પ્રકાશભાઇ ફુલતરીયા તથા આરોપી અમૃતલાલ કુંડારીયા નાને ગાડીઓ હટાવડાવી લેવા કહેતા તે આરોપીઓને નહી ગમતા ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી આરોપી પ્રકાશભાઇ એ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદી પોતાના ઘરે જતા રહેલ અને ઝઘડો થયેલ તે વાતનુ મનદુખ રાખી આરોપી અમૃતલાલ કુંડારીયાના દિકરાએ ફરીયાદીને ફોન કરી સમાધન માટે બોલાવી ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી આરોપી અમૃતલાલ કુંડારીયાના દિકરા સાથે આવેલ અજાણ્યા ત્રણ માણસો સાથે મળી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી અજાણ્યા ત્રણ માણસો પૈકીના એક માણસે છરીનો મુઠનો ભાગ ફરીયાદીને માથાના ભાગે મારી ઈજા પહોંચાડતા ફરીયાદીને માથામા ટાંકાઓ લીધેલ હતા. આ બનાવ અંગે રાહુલભાઈ વિડજા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
