મોરબીની પ્રજા સુવિધાઓ માંગી રહી છે અને સાંસદ છે ગુમ!
તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ?
સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ ત્યાર બાદ જાણે મોરબી તેમનો મતવિસ્તાર ના હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ મોરબી લોકસભામાં સૌથી સારી લીડ મોરબી થી જ વિનોદ ચાવડાને આપી હતી. છતાં હવે એ મતદારોને સાંસદ ભૂલી ગયા લાગે છે.
ભારત ચાંદ ઉપર પહોંચી ગયું પણ આટલા વર્ષો બાદ પણ નવા રોડ તો સમજ્યા પણ હજુ મોરબીમાં ફક્ત ખાડા બૂરવાની વાતો થઈ રહી છે. લોકો પ્રાથમિક સુવિધા ને લઈને ગળે આવી ગયા છે. રોડ ચક્કા જામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી હાય હાય બોલી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ સાંસદ એક શબ્દ બોલવા તૈયાર નથી.
મોરબી ને જાણે સાંસદ મળ્યા જ ન હોય તેમ લાગી રહ્યું છે. સંસદમાં મુદ્દો ઉઠાવો તો દૂર રહ્યો પરંતુ લોકો વચ્ચે છેલ્લે તે ક્યારે ગયા હશે કે તેમને પણ ખબર નહીં હોય હા પરંતુ ક્યારેક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જો ટાઈમ મળે તો હાજરી આપે છે. પરંતુ ચૂંટણી સમયે જે પ્રકારે સભાઓ અને શેરીએ શેરીએ જોવા મળતા હતા તેમ જોવા મળતા નથી જેથી મોરબીની પ્રજા કહી રહી છે કે મોરબી સાંસદ ગુમ થઈ ગયા છે. અને તમામ ભાર કાંતિભાઈ અમૃતિયા જ લઈને ફરે છે. તેમાં પણ તે નિષ્ફળ નિવડા છે.