મોરબી: મોરબીના લોકો સતત કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોરબીમાં કથા હોય,કોઈનો જન્મ દિવસ હોય, કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય ત્યારે રક્તદાન કરતા હોય છે ત્યારે સ્વ. સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે તા.23-05-2024 ને ગુરૂવારના રોજ સવારે 8:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી રાખેલ છે.
રક્તદાનએ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા, વ્હાલા, સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા પધારવા કુંડારિયા અને ભાટિયા પરિવાર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. એમ નવનિતભાઈ કુંડારિયાની યાદીમાં જણાવાયું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...