મોરબી: સાપર-જેતપર રોડ ઉપર કાર પાછળ રીક્ષા અથડાતાં મુસાફરો ઇજાગ્રસ્ત
મોરબીના સાપર થી જેતપર જતા રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ સામે રોડ પર સ્વીફ્ટ કાર પાછળ રીક્ષા ભટકાડતા રીક્ષામાં સવાર મહિલા સહિત અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા મહિલાએ આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના જેતપર (મચ્છુ) ગામે ગૌશાળા સામે રહેતા મધુબેન મનસુખભાઇ પરમાર (ઉ.વ.૪૨) એ આરોપી સી.એન.જી. ઓટો રીક્ષા રજીસ્ટર નંબર -જીજે-૩૬- ડબલ્યુ – ૦૬૪૫ વાળીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી સી.એન.જી. ઓટોરીક્ષા રજીસ્ટર નંબર-GJ-36-W-0645 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે તેમજ બેદરકારીથી આગળ જતા વાહનનું ધ્યાન રાખ્યા વગર ચલાવી કાવુ મારી આગળ જતી સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર GJ-36-AC-8581 વાળીના પાછળના ભાગે ભટકાડી ફરીયાદીને માથામાં તથા વાંસામાં તથા પગમાં ગંભીર તથા મુંઢ ઇજા કરી તથા રીક્ષામાં સવાર અન્ય મુસાફરોને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.