મોરબીના સાપર ગામે તીનપત્તીનો જુગાર રમતા દશ પત્તાપ્રેમી ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના સાપર ગામે રાજબાઈમાંના મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દશ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાપર ગામે રાજબાઈમાંના મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દશ પત્તાપ્રેમીઓ નવઘણભાઇ ઉફૈ નોંધો દિનેશભાઇ હમીરપરા રહે શાપર કબસ્તાનની બાજુ માંબાજુમા તા. જી. મોરબી, નરેશભાઇ દુર્લભજીભાઇ સાતલીયા રહે-જેતપર ગામ તા.જી.મોરબી, સુનિલભાઇ ઉર્ફે ભંગારીયો કુકાભાઇ દેગામા રહે-જેતપર જુના જીનની સામે તા.જી.મોરબી, દયારામ હરીલાલ હમીરપરા રહે-જેતપર તા.જી. મોરબી, વિષ્ણુભાઇ જશાભાઇ ગડેસીયા, રહે-જેતપર તા.જી.મોરબી, જેરામભાઇ વલ્લભભાઇ હમીરપરા રહે-જેતપર તા.જી.મોરબી, વેલજીભાઇ ચંદુભાઇ અઘારા, રહે-શાપર તા.જી.મોરબી, લલીતભાઇ મેરૂભાઇ હમીરપરા, રહે-સાપર તા.જી.મોરબી, ભોલાભાઇ દિનેશભાઇ અઘારા રહે-સાપર તા.જી.મોરબી, કાળુભાઇ રમેશભાઇ હમીરપરા રહે-સાપર તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૨,૧૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય ત્રણ ઈસમો કિરીટભાઇ બાબુભાઇ અગેચણીયા રહે-વિશીપરા મોરબી, અક્ષય બાબુભાઇ અગેચણીયા રહે-વિશીપરા મોરબી, ધમેન્દ્રભાઇ ગોકળભાઇ અગેચણીયા રહે–જેતપર મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
