મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦ નાં મુદામાલ સાથે આરોપી મહેન્દ્રભાઈ સામજીભાઈ સોલંકી (ઉ.વ.૨૪) રહે. મહેન્દ્રનગર ઈન્દિરાનગર શેરી નં -૦૪ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.