મોરબીના શનાળા ગામ નજીક ભંગારના ડેલામાં લાગી આગ
મોરબી: મોરબી – રાજકોટ હાઇવે પર આવેલ શાળા ગામ નજીક મોડી સાંજે ભંગારના ડેલામાં ભયંકર આગ લાગી હતી. આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે પર આવેલ શાળા ગામ નજીક નવી બની રહેલી મેડિકલ કોલેજ સામે આવેલ ભંગારના ડેલામાં કોઈ કારણસર આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા પાણી મારો ચલાવી આગને કાબૂમાં લાવવા મોડી રાત સુધી પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે ભંગારના ડેલામાં નુકશાન થયું હતું. આગ લાગતાં સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. પરંતુ આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજુ જાણી શકાયું નથી.