મોરબીના શનાળા રોડ પરથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી શનાળા રોડ સરદારબાગના ગેટ પાસે રોડ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનારે યુવકે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નં -૪ માં રહેતા આદીલભાઈ ગુલામહુસેનભાઈ સુમરા (ઉ.વ.૨૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૫-૨૦૨૩ નાં રોજ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો હોન્ડા મોટર્સ એલટીડી કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટર નં.GJ-03-FG-0942 વાળુ સને ૨૦૧૩ નું મોડલનુ બ્લેક કલરનુ સિલ્વર કલરના પટ્ટા વાળુ કિ.રૂ. ૨૦,૦૦૦/-નું મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર આદીલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.