Monday, May 20, 2024

મોરબીના શનાળા-ઘુનડા રોડ પર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના શનાળા-ઘુનડા રોડ આર્યગ્રામ સોસાયટી પાસે રોડ ઉપર ઈનોવા કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે પાછળ બેઠેલ દશ વર્ષની બાળકીને ઈજા પોહચી હતી જ્યારે બાઈક સવારનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી ઘુનડા રોડ સભારાની વાડીમાં રહેતા રમેશભાઇ બેચરભાઈ ડાભી (ઉ.વ.૩૫) એ આરોપી ઈનોવા કાર રજીસ્ટર નંબર – જીજે-૩૬-એલ-૫૩૧૦ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ મનસુખ તથા ફરીયાદીની દીકરી રાજેશ્વરી ઉ.વ.૧૦ વાળી બંને મોટરસાઇકલ રજી નં.જીજે.૦૩.સી.એન.૫૯૧૩ વાળુ લઈને મોરબીશનાળા-ધુનડા રોડ તરફથી શનાળા ગામ તરફ જતા હોય ત્યારે મોરબી શનાળા રોડ આર્યગ્રામ સોસાયટી પાસે પહોંચતા મોરબી શનાળા ગામ તરફથી એક ઇનોવા કાર રજીસ્ટર નં-જીજે-૩૬-એલ-૫૩૧૦ ના ચાલકે પોતાના હવાલાવાળી ઇનોવા કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ભાઇ મનસુખભાઇના મોટરસાયકલ સાથે સામેથી અથડાવી અડફેટે લઈ પછાડી દેતા ફરીયાદીની દિકરી રાજેશ્વરી બેનને  જમણા પગમા ફ્રેકચર જેવી ઇજા કરી તેમજ મોઢાના ભાગે ઇજા કરી તેમજ ફરીયાદીના ભાઇ મનસુખભાઇને જમણા પગના સાથળના ભાગે તેમજ જમણા હાથમા ઇજા કરી પેટમા ફુટ થઈ જતા સારવાર દરમીયાન મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે રમેશભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૪(અ), ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર