મોરબીના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ સોમવારે ભવ્યાતિભવ્ય મહાઆરતીનું આયોજન
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે મહાદેવજીને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત યુ ટ્યુબર ભાવિક ગજ્જર એન્ડ કંપનીના મધુર સંગીતના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતીનું આયોજન સાંજે 7:00 વાગ્યે કરવામાં આવેલ છે.
આ મહાઆરતી સોસાયટીના જનસેવક એવા સ્વ: પરબતભાઇ કરોતરાના ધર્મપત્ની લાભુબેન પરબતભાઇ કરોતરા અને હિરેનભાઈ કરોતરાના વરદ હસ્તે ઉતારવામાં આવશે તેમજ મોરબી શહેર ભાજપના મહિલા મોરચાના મહામંત્રી જયશ્રી બેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે મોરબીની દરેક ધર્મપ્રેમી જનતાને મહાઆરતીનો લાભ લેવા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પ્રવિણગિરી મહારાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.