Tuesday, May 13, 2025

મોરબીના સ્કાય મોલ નજીક થયેલ મારામારીમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સ્કાય મોલ નજીક પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં ચાર શખ્સોએ એક વેપારીને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે ગોકુલ મથુરા સોસાયટી મારૂતીનગર બ્લોક નં. ૨૦૨મા રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે નીકુ પ્રભુલાલ અઘેરાએ આરોપી દીનેશભાઇ રબારી, દીલીપભાઇ રબારી, સંજયભાઇ રબારી તથા એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ પોતાની દુકાને હતા. ત્યારે એમ.બી. જવેલર્સ વાળા અશોકભાઇ ખાણધરાએ તેમને તેમના શોપીંગમાં પાર્કીંગની સમસ્યા હોય તેની ચર્ચા કરવા માટે બોલાવેલ હતા જે બાબતે તેઓ તેમની દુકાન પાસે ચાની લારી પાસે ધર્મેન્દ્રભાઇ રાણીપા તથા અશોકભાઇ ખાઘરા સાથે આ બાબતે ચર્ચા કરતા હતા અને સ્કાય મોલમાં આવતા ગ્રાહકો તથા કર્મચારીઓના વાહનો પડેલ નડતરરૂપ થતા હોવાથી સ્કાય મોલના મેનેજર ભરતભાઇ નાણાવટીને આ બાબતે વાત કરવા માટે ફરીયાદીએ ફોન કરીને નીચે બોલાવ્યા હતા અને આ બાબતે વાત કરતા સ્કાય મોલના મેનેજરએ ફોનમાં જ કહેલ કે તમે સીકયુરીટી ઇન્ચાર્જ સાથે વાત કરીને જે કાંઇ છે તે પતાવી લ્યો તેમ કહ્યું હતું. ત્યારબાદ સ્કાય મોલના મેનેજર ભરતભાઇ નાણાવટી તથા દીલીપભાઇ રબારી બન્ને જણા ત્યાં આવી ગયા અને દીલીપભાઇ રબારીએ ફરિયાદીને કહ્યું કે રસ્તાના પાર્કીંગનુ પતશે નહીં તેમ કહેવા લાગેલ હતા તમારાથી જે થાય તે કરી લેજો તેમ વાત કરી ફરિયાદી નરેન્દ્રભાઇ ઉર્ફે નીકુ ત્યાંથી જતા રહ્યા હતા.

જ્યારબાદ દીનેશભાઇ રબારી, દીલીપભાઇ રબારી, સંજયભાઇ રબારી તથા એક અજાણ્યા વ્યક્તિએ ફરિયાદી પાસે જઈ ફરીયાદીને પાર્કીંગ બાબત વાત કરવી નહીં તેમ કહી ઢીકા પાટુનો મુંઢ માર મારી શરીરે મુંઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર નરેન્દ્રભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર