Thursday, May 22, 2025

મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના સોખડા ગામના પાટીયા પાસે રોડની સાઈડમાં રહેલ બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ માળિયા (મી) માં રહેતા અને હાલ મોરબી વાવડી રોડ શીવમ પાર્ક ઉમીયાપાર્કની અંદર રહેતા નવીનભાઇ મગનભાઈ વાણીયા (ઉ.વ.૩૮) એ આરોપી ટ્રક ટ્રેલર રજીસ્ટર નંબર -આર.જે.-૩૨-જીડી-૩૩૫૭ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨-૦૩-૨૦૨૪ ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક ટ્રેઇલર રજીસ્ટર નં- RJ-32-GD-3357 વાળો સોખડા ગામ તરફથી પુર ઝડપે ચલાવી આવી બેદરકારીથી વણાંક લેતા સોખડા ગામના પાટીયા પાસે રોડની સાઇડમાં ફરીયાદીના મોટાભાઇ મેહુલભાઇ ઉ.વ-૪૩ વાળા તેમનુ હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં.GJ-03-AD-4079 વાળુ લઇને ઉભા હોય તેમને મોટરસાયકલ સહીત પાછળના વ્હીલમાં હડફેટે લઇ જમણા હાથમાં, પેટનાભાગે તથા પાછળ થાપાના ભાગે ગંભીર ઇજાઓ કરી તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી મોત નિપજાવી ટ્રક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના નાના ભાઈ નવીનભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ), એમ.વી. ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર