મોરબી: મોરબી તાલુકાના સોખડા ગામે આધેડે ઝેરી દવા ગટગટાવી લેતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા ૬૦ વર્ષીય મધુબેન બાબુભાઈ સુરેલાએ ગઇ તા.૦૬/૧૦/૨૦૨૨ ના કલાક ૧૦/૩૦ વાગ્યા વખતે ઝેરી દવા પી જતા સારવારમાં દાખલ કરેલ જેનુ તા.૧૧/૧૦/ ૨૦૨૨ ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
