મોરબીના ગામ ઓસીસ સિરામિક નજીક અશ્વમેઘ હોટલ પાછળ કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં બે વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી ગામ ઓસીસ સિરામિક પાસે અશ્વમેઘ હોટલ પાછળ મનકર વસોનીયાનો ૦૨ વર્ષનો દિકરો લકી કોઈ કારણસર પાણીમાં પડી ડુબી જતા બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
