મોરબીના ગાળા ગામના ખેતરમાં પાણી ભરાતા થયેલ પાકનું નુકશાનનુ વળતર ખેડૂતોને ચુકવવા કરાઈ માંગ
મોરબી: નેશનલ હાઇવે તેમજ અન્ય રોડના બાંધકામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે મોરબી તાલુકાના ગાળા ગામના ખેડૂતના ખેતરમાં પાણી ભરાતા થયેલ પાકના નુકશાનનું વળતર ચુકવવા બાબતે ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ માર્ગ અને મકાન વિભાગ તેમજ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
મોરબી તાલુકાના ગાળા ગામના ખેડૂતોએ માર્ગ અને મકાન વિભાગ તેમજ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના ગાળા ગામે ખેડૂત ખાતેદારોના ખેતરમાં હાલે બે ફૂટ થી પણ વધારે પાણી ભરેલા છે. જેના કારણે પાક નિષ્ફળ ગયેલ છે.
આ પાણી ભરાવાનું કારણ રોડના બાંધકામમાં થયેલ બેદરકારી તથા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના થવાના કારણે આવું થવા પામેલ છે.
મોરબીના ગાળા ગામના ખેડૂતો જેમકે સર્વે નંબર પ્રવીણ ઓધવજી ભાઈ 131/2, વનજી ભાઈ પ્રેમજી ભાઈ 131/1, સૈલેશ ભાઈ એસ. અંદરપા 130/1/1, મગન ભાઈ હરજી ભાઈ 130/1/2, રાજેશભાઈ ત્રિભોવન ભાઈ 130/2/3, મનસુખભાઈ હરખજીભાઈ 130/2-1, ભાવેશભાઈ ખોડાભાઈ 130/2/2, બીપીનભાઈ રમેશભાઈ 130/3, હરીલાલ ભીમજીભાઈ 130/2/1, આમ કુલ નવ ખેતરોમાં હાલમાં વરસાદનાં પાણી ભરેલા છે. જેથી તેઓનો પાક નિષ્ફળ ગયેલ છે.
જેથી ખેડૂતોને આનાથી પારાવાર નુકશાની ભોગવવી પડી રહી છે. અને આવું લગભગ છેલ્લા ચાર થીપાંચ વર્ષથી થઇ રહ્યું છે, તો આ બાબતે લગત વિભાગ તેમજ અધિકારીને આપ યોગ્ય આદેશો આપીને પાણીનાં નિકાલ બાબતે યોગ્ય કરવા તેમજ ખેડૂતોને થયેલ નુકશાનનું યોગ્ય વળતર આપવામાં આવે. જો આ બાબતે વહેલા સર યોગ્ય પગલા લેવામાં નહી આવે તો જેતે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ચિમકી ઉચ્ચારી હતી.