Monday, May 12, 2025

મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બે ના મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક રામદેવ હોટેલ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા બે યુવકનાં મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુરોડ સીલ્વર સોસાયટીમાં રહેતા દીનેશભાઈ માનસંગભાઈ સનુરા (ઉ.વ.૫૫) એ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર -GJ-12-BT-7794 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮-૦૮-૨૦૨૩ ના રોજ રાત્રીના દોઢથી બે વાગ્યાના અરસામાં ડમ્પર જેના રજીસ્ટર GJ-12-BT-7794 વાળા ના ચાલકે પોતાના હવાલાવાળુ ડમ્પર રોંગ સાઈડમાં પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી મનુષ્યની જીંદગી જોખમાય તેવી રીતે ચલાવી ફરીયાદીના દીકરા સંજયના મોટરસાયકલ નંબર GJ-36-J-3423 વાળા સાથે ભટકાડી હડફેટે ફરીયાદી ના દીકરા સંજય તથા તેની પાછળ બેઠેલ તેના મીત્ર મુનેશને શરીરે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી આરોપી ડમ્પર ચાલક તેનુ ડમ્પર લઇ સ્થળ પરથી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૧૯,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર