Sunday, May 18, 2025

મોરબીના ટીંબડી પાટીયા નજીકથી શંકાસ્પદ હાલતમાં રીઢા ચોરની ટોળકી ઝડપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી માળિયા રોડ ટીંબડી ગામના પાટીયા પાસે, સોંપીગ સેન્ટરની દુકાનો નજીક, ટીંબડી ગામની સીમમાંથી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના ગુન્હાઓ કરવા રીઢા ચોરની ટોળકી બનાવી ચોરીના ગુનાઓ આચરેલ હોય તેમજ ચોરની ટોળકી બનાવી ચોરીના સાધનો સાથે ચોરીના ગુન્હાને અંજામ આપવાના ઈરાદે આવી ચોરીના મુદ્દામાલ સાથે શંકાસ્પદ હાલતમાં ચોરની ટોળકીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોરબી માળિયા રોડ ટીંબડી ગામના પાટીયા પાસે, સોંપીગ સેન્ટરની દુકાનો નજીક, ટીંબડી ગામની સીમમાંથી આરોપીઓ ચોરની ટોળકીના સભ્યો બની ચોરની ટોળીમાં સામેલ થઇ, એકબીજા સાથે મેળાપીપણુ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા અને પોતાના આર્થિક ફાયદા માટે જુદી જુદી જગ્યાની રેકી કરી, અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના ગુન્હાઓ કરવા રીઢા ચોરની ટોળકી બનાવી, ચોરીઓના ગુનાઓ આચરેલ હોય તેમજ ચોરની ટોળકી બનાવી ચોરી કરવાના સાધનો સાથે તથા હથિયાર છરી સાથે, ચોરીના ગુન્હાને અંજામ આપવાના ઇરાદે આવી ચોરીના મુદામાલ સાથે શંકાસ્પદ હાલતમાં આરોપીઓ હાજી અકબર માણેક ઉ.વ.-૨૩ રહે. સો-ઓરડી રોડ, માળીયા વનાળીયા, રામાપીરના મંદિર સામે, ધનાભાઇ વણકરની ઓરડીમાં ભાડેથી, મોરબી-૨, એઝાજ ઉર્ફે ફારૂક સલીમભાઇ ભટી, ઉ.વ.-૨૪ રહે. જુના બસ સ્ટેન્ડ પાછળ, દિલ્હી દરબાર હોટલ પાછળ, મોરબી સો-ઓરડી રોડ, મોરબી, ઇંદરીશ ગુલામભાઇ ઉ.વ.૧૯ રહે. જોન્સનગર, હુશેની ચોક, લાતી પ્લોટ શેરી નં.-૧૧, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી, અસલમ કાસમભાઇ કટીયા ઉ.વ.-૨૩ રહે. ઇદ મસ્જીદ રોડ આઝાદ લોજ સામે, ધોબી શેરીની બાજુમાં, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી વાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૧,૩૪, તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર