મોરબીના ત્રાજપરમાથી વિદેશી દારૂની 27 બોટલ ઝડપાઈ: આરોપી ફરાર
મોરબી શહેર તેમજ જીલ્લામાં દારૂબંધી માત્ર નામની રહી છે અવારનવાર દારૂ ભરેલા ટ્રક ઝડપાઈ રહ્યા છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા રામકુવા વાડી શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૭ બોટલ કિં રૂ. ૯૩૬૯ રૂપિયાનો મુદ્દામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા રામકુવા વાડી શેરીમાં આરોપી નિલેશભાઈ ભરતભાઈ ડાભી એ પોતાના ઘરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૭ કિં. રૂ. ૯૩૯૬ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.