મોરબીના ત્રાજપર ખારીમાથી જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઝડપાયા
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં રેઇડ કરી કુલ-૫ આરોપીઓને સવજીભાઇ ભીમાભાઇ સરાણીયા (ઉ.વ.૬૦) રહે. ત્રાજપર પંચની માતાવાળી શેરી, સોમાભાઇ અરજણભાઇ મકવાણા (ઉ.વ.૫૬) રહે. ત્રાજપર ચોરાવાળી શેરીમાં, લાભુભાઇ કાનજીભાઇ પાટડીયા (ઉ.વ.૫૨) રહે ત્રાજપર ખારી, બેચરભાઇ કાળુભાઇ બારૈયા (ઉ.વ.૬૦) રહે. કુબેર ધાર ત્રાજપર ખારી તથા શારદાબેન સોમાભાઈ મકવાણા (ઉ.વ.૫૪) રહે. ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબીવાળાને રોકડા રૂ.૧૦, ૨૭૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.