મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા ચાર મહિલા સહિત આઠ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના ત્રાજપર ગામે ખોડિયાર માતાજીના મંદિરની પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત આઠ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે ખોડિયાર માતાજીના મંદિરની પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત આઠ ઈસમો સંજયભાઇ બચુભાઇ ડાભી ઉવ-૩૭ રહે.મોરબી નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કુલની બાજુમાં, કિશોર નરશીભાઇ બાબરીયા ઉવ-૫૦ રહે.ત્રાજપર ગામ, ચોરાની બાજુમાં, તા.જી.મોરબી નટુભાઇ વશરામભાઇ વરાણીયા ઉવ-૬૫ રહે. ત્રાજપર ગામ, એસ્સાર પંપની પાછળ, તા.જી.મોરબી, પ્રકાશભાઇ સોમાભાઇ સનુરા ઉવ-૩૫રહે.ત્રાજપર ગામ તા.જી.મોરબી, જેતીબેન કાબાભાઇ સનુરા ઉવ-૬૨ રહે. ત્રાજપર ગામ, તા.જી.મોરબી, વિલાશબેન રાજુભાઇ સનુરા ઉવ-૩૨ રહે.ત્રાજપર ગામ, તા.જી.મોરબી, સુનીબેન કાનાભાઇ ખાંભણીયા ઉવ-૩૬ રહે. મોરબી ટીંબાવાડી મેલડી માતાજીના મંદિર પાસે, મફતીયાપરા તા.જી.મોરબી, શીતલબેન રામજીભાઇ સનુરા ઉવ-૨૩ રહે. રહે.ત્રાજપર ગામ, તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૨૩૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.