મોરબીના ત્રાજપર ખારીમા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબીના ત્રાજપર ખારીમા આંગણવાડી પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારીમા આંગણવાડી પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા રહે.ત્રાજપર શેરી નં.૨ મોરબી-૨, ચંદુભાઇ ગોવિંદભાઇ બારૈયા, રહે.કુબેર ટોકીઝની પાછળ ધાર ઉપર મફતીયાપરા વિસ્તાર મોરબી-૨, સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા રહે.કુબેર ટોકીવની પાછળ ધાર ઉપર મફતીયાપરા વિસ્તાર મોરબી-૨, રવજીભાઇ બાબુભાઇ મકવાણા રહે.ત્રાજપર ખારી ચંદુભાઇની દુકાનની બાજુમાં મોરબી-૨, મેહુલભાઇ દેવજીભાઇ પરમાર રહે.ત્રાજપર શેરી નં.૧ જાપાવાળી મેઇન બજાર મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૧૦,૭૫૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.