મોરબીના ત્રિલોકધામ મંદિરે મંગળવારે શનિ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે
મોરબીની કુબેર સોસાયટીમાં નવલખી રોડ પર આવેલ ત્રિલોકધામ મંદિર ખાતે આગામી તા. ૨૭ને મંગળવારના રોજ શનિ જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જેમાં તા. ૨૭ને મંગળવારે શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતી નિમિતે રાત્રીના ૦૭ : ૩૦ કલાકે ઢોલ નગારા સાથે મહાઆરતી કરવામાં આવશે અને બાદમાં રાત્રે ૦૮:૦૦ કલાકે કેક કટિંગ કરવામાં આવશે શનિ જયંતી નિમિતે ઉજવણીનું ભવ્ય આયોજન કર્યું હોય જેથી શનિદેવ મહારાજના દર્શન કરી સાડા સાતી અને કષ્ટો દુર કરવા ભક્તોને દર્શનનો લાભ લેવા ભક્તોને આમંત્રણ પાઠવ્યું છે.