મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ પટેલ વિહાર હોટલ સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ પટેલ વિહાર હોટલ સામે રોડ પરથી આરોપી દિનેશભાઇ ઈશ્વરભાઈ દસાડીયા રહે. મહેન્દ્રનગર ચોકડી પ્રક્રુતિ સોસાયટીમાં બીજી લાઈન હનુમાનજીના મંદિર પાસે મોરબી વાળાને ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિં.રૂ. ૮૫૦ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના કવાડિયા ગામે યુવકની પત્ની બે મહિનાથી રીસામણે હોય અને પત્ની દ્વારા કવાડિયા આવવાની ના પાડેલ હોય જેથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાઈ જતા યુવકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા વિરમભાઈ ઉર્ફે હક્કો ધનજીભાઈ કોપાણીયા (ઉ.વ.૩૦) નામના યુવકની પત્ની છેલ્લા બે મહિનાથી રિસામણે...
મોરબી શહેરમાં વિદેશી દારૂનું વેચાણ શેરીએ અને ગલીએ ચાલી રહ્યું છે ત્યારે મોરબીના સામા કાંઠે આવેલ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ જેની કિંમત રૂપિયા ૨૧૪૮ ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ...
મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવ આગામી તા. 11 ના રોજ યોજાશે. ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો તેમજ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભા રાખવામા આવેલ છે. અને ત્યારે રાજ્યના મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ સહિતના હાજર રહેશે. ત્યારબાદ ગામનો સમૂહ પ્રસાદનું યોજાશે જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા...