મોરબીના ઉમીયાનગરમા જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
મોરબીના ઉમીયાનગરમા હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુક્તમા ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ઉમીયાનગર હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં રેઇડ કરી જુગાર રમતા કુલ-૬ આરોપીઓ વિનોદભાઇ મોહનભાઇ જાદવ (ઉ.વ.૪૦) રહે. ઉમીયાનગર શક્તિ ચેમ્બરની પાછળ મોરબી, જીવણભાઇ બાવજીભાઈ ચાવડા (ઉ.વ.૪૨) રહે. માળીયા વનાળીયા રામાપીરના મંદીરની બાજુમાં મોરબી, અરૂણભાઇ છનાભાઇ પરમાર (ઉ.વ.૩૯) રહે. ઉમીયાનગર શક્તિ ચેમ્બરની પાછળ મોરબી, ભરતભાઈ ડાયાભાઈ ચાવડા (ઉ.વ.૪૦) રહે. માળીયા વનાળીયા રામાપીરના મંદીરની બાજુમાં મોરબી, ખેંગારભાઇ વશરામભાઇ પરમાર (ઉ.વ.૩૦) રહે. ઉમીયાનગર શક્તિ ચેમ્બરની પાછળ મોરબી, પ્રવિણભાઇ નાનજીભાઇ ચાવડા (ઉ.વ.૪૦) રહે. માળીયા વનાળીયા રામાપીરના મંદીરની બાજુમાં મોરબીવાળા રોકડા રૂ.૧૫,૦૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.