મોરબીના ઉમીયા સર્કલ નજીકથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના ઉમિયા સર્કલ પાસે ડુલ્સ અને ડુલ્ડેસ સ્કુલના ગેટ સામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સકત શનાળા જ્ઞાનવિહાર સ્કુલની બાજુમાં પંચવટી આશ્રમની સામે શિવમ હાઇટ્સ ફ્લેટ નં -૫૦૩મા રહેતા ધવલભાઈ ઇશ્વરભાઇ દેત્રોજા (ઉ.વ.૨૭)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭-૦૬-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીની માલીકીનુ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજીસ્ટર નં.-GJ-03-CH-448 વાળુ સ.ને.૨૦૦૮ ના મોડલનુ કાળા કલરનુ બ્લુ પટાવાળુ કિ.રૂા.૨૫,૦૦૦/- વાળુ મોટર સાયકલ ફરીયાદીની પરવાનગી કે સહમતી વગર પાર્ક કરેલ જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર ધવલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.