મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ બેંગ્લોરથી ઝડપાયો
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં નોકેન સીરામીકના કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને અને સગીરાને કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરથી મોરબી તાલુકા પોલીસ ટીમે શોધી કાઢેલ છે.
મોરબી તાલુકા ઉંચી માંડલ ગામની સીમમાં નોકેન સીરામીકના કારખાનામંથી આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ જઈ ગુન્હો કર્યા અંગેો ગુન્હો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હતો.
અપહરણના આ ગુન્હામાં સંડોવાયેલ ઈસમને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપી શીકુમાર ઉદ્દે શીપુ બીજય જેના (ઉ.વ.૩૦) ધંધો-મજુરી રહે-ગામ-શાહપુર પોસ્ટ-ખુલુડા થાના-જલેશ્વર તા-નાપોર જી-બાલેશ્વર ઓડિસ્સાવાળાને કર્ણાટક રાજયના બેંગ્લોર શહેર ખાતેથી શોધી કાઢી આરોપીને અપહરણના ગુન્હામાં અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે