મોરબીના ઊંચી માંડલ ગામે 5 વર્ષ પહેલાં છ દુકાનોમાં ચોરીને અંજામ આપનાર બેલડી ઝડપાઇ
મોરબી: મોરબીના ઉંચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાન્ચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડ્યા છે.
મોરબી એલસીબીની પેરોલ ફર્લો સ્ક્વોડે મોરબી તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં છ દુકાનમાં ચોરી કરવાના ગુનામાં કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેઠા રહે. એમ.પી વાળો હાલે કાલાવાડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે તથા બહાદમ ઉર્ફે બહાદુર સિકંદરભાઇ ભુરીયા રહે. એમ.પી. વાળો હાલે લોધીકા તાલુકાના દોમડા ગામવાળાને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. જેથી કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેહકા ઉ.વ.રપને કાલાવડના ખીજડીયા ગામે હરસુરભાઇ નાથાભાઇ ચોવટીયાની વાડીએથી તથા મદમ ઉર્ફે બદૂર સિકંદરભાઇ ભુરીયા ઉ.વ.૨૬ને લોધિકાના દોમડા ગામેથી અભયભાઇ જેન્તીમાછ બાબરીયાના મકાન પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.