મોરબી: મોરબી તાલુકાના ઉંટબેટ (સામપર) ગામે યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંટબેટ (સામપર) ગામે રહેતા ૩૦ વર્ષીય મોહનભાઈ અરજણભાઇ વાઘેલાએ ગઈકાલના રોજ કોઇપણ વખતે કોઈપણ કારણસર ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
