Tuesday, October 14, 2025

મોરબીના વીસીપરા અમરેલી રોડ પરથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વીસીપરા અમરેલી રોડ સૌરાષ્ટ્ર નડિયાના કારખાના પાસેથી હાથ બનાવટની દેશી બંદુક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુકત ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી વીસીપરા અમરેલી રોડ સૌરાષ્ટ્ર નડિયાના કારખાના પાસે એક ઇસમ એક દેશી હાથ બનાવટની બંદુક સાથે આંટાફરે છે તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમીવાળો ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરતા ઇબ્રાહિમભાઇ ઉર્ફે ડાડો આદમભાઇ ચનાણી (ઉ.વ.૨૪) રહે, કાંતીનગર જુબેદા મસ્જીદ પાછળ મોરબી – ર મુળ રહે,ગામ બેલા (આમરણ) તા.જી.મોરબી વાળા પાસેથી દેશી બનાવટની બંદુક નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/-સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી અટક કરી ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર