Friday, August 8, 2025

મોરબીના શનાળા રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલ ઝડપાઇ: આરોપી ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ એમ.૬૮ બ્લોક નં-૩૭૬ માં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૦૬ કિં રૂ. ૭૨૦૦ નો મુદામાલ સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ એમ.૬૮ બ્લોક નં-૩૭૬ માં રહેતા આરોપી મનોજ ઉર્ફે મનિશી કિશોરભાઈ ખારચીયા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ. ૭૨૦૦ નો મુદામાલ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર