મોરબીના વેજેપરમાં શેરીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો એજાજ ઉર્ફે પીંગો અનવરભાઇ ભલુર (ઉ.વ.૧૯), વિજયભાઇ મનોજભાઇ મકવાણા (ઉ.વ.૧૯), અશ્વિનભાઇ ટીડાભાઇ ખુંગા (ઉ.વ.૨૦) રહે. બધા વજેપર શેરીનં.૨૩ મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૦,૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.