મોરબીના વિસીપરામા ડેલામાથી 866 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ વીસીપરામા રહેતા નિજામભાઇ હૈદરભાઇ જેડાના કબજા ભોગવટા વાળા ડેલામાંથી દેશીદારૂ લીટર ૮૬૬ કુલ કિં.રૂ. ૧,૭૩,૨૦૦/- ના મુદામાલ સાથે આરોપીને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડને સંયુકતમાં બાતમી મળેલ કે, નિજામભાઇ હૈદરભાઇ જેડા રહે. મોરબી વીસીપરા વાળો પોતાના કબજા ભોગવટા વાળા બે ડેલામાં દેશી પીવાનો દારૂ નો મોટો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે. તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેશીદારૂ લીટર ૮૬૬ કુલ કિં.રૂ.૧,૭૩,૨૦૦/- ના મુદામાલ સાથે આરોપી નિજામભાઇ હૈદરભાઇ જેડા રહે. વીસીપરા મદિના સોસાયટી, પ્રકાશ કારખાનાની સામે મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ રવિભાઇ ભુદરભાઇ કોળી રહે. નળખંભા તા.મુળી જી. સુરેન્દ્રનગર વાળાનુ નામ ખુલતા બંને શખ્સો વિરૂધ્ધ પ્રોહી. એકટ કલમ ૬૫(ઇ), ૮૧ મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.