મોરબીના વીશીપરામા જુગાર રમતા નવ પત્તાપ્રેમી ઝડપાયા
મોરબીના વીશીપરા મેઇન રોડ કુબેર આઇસ ફેક્ટરીની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને રોકડ રૂપિયા ૯૦૫૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીશીપરા મેઇન રોડ કુબેર આઇસ ફેક્ટરીની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો હેમચંદ્રભાઇ શ્રીરામા નિષાદ (ઉવ ૩૦), વિકાસભાઇ મખલુભાઇ નિષાદ (ઉવ ૨૪), ઉદયભાન રામસીંગ નિષાદ (ઉવ ૨૫), છોટેબાબુ શ્રીસોખીલાલ નિષાદ (ઉવ ૧૯), મલખાનસિંગ સીતારામ નિષાદ (ઉવ ૪૩), કપીલભાઇ રમેશભાઇ નિષાદ (ઉવ ૨૨), રામલખન રામચંદ્રભાઇ નિષાદ (ઉવ ૨૧), ભરતસિંહ હિરાલાલ નિષાદ (ઉવ ૩૫), કૈલાશભાઇ લાલારામ નિષાદ (ઉ.વ૫૫) રહે. બધા વીશીપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૯૦૫૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.