મોરબીના વણકરવાસમાં યુવકને બે શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના વણકરવાસ સબ જેલની સામે યુવકને બે શખ્સોએ લાકડી વડે તેમજ ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી હતી. જેથી આ બનાવ અંગે યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માટેલ રોડ એસ્ટ્રોન સિરામિકની ઓરડીમાં રહેતા રોહિતભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ.૩૩) એ આરોપી ગેલાભાઈ ભીખાભાઈ નૈયા તથા પ્રકાશભાઇ બંને રહે વણકરવાસ સબ જેલ સામે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૮-૨૦૨૩ ના રોજ રાતના પોણા એક વાગ્યા પહેલાના અરશામા આરોપી ગેલાભાઈએ ફરીયાદીને પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વતી એક ઘા મારવા જતા ફરીયાદીએ પોતાનો હાથ ખસેડી લેતા હાથના ભાગે સામાન્ય છરકો કરી તથા આરોપી પ્રકાશભાઇએ આરોપી ગેલાભાઈનું ઉપરાણું લઈ બંન્ને આરોપીઓએ ફરીયાદીને ઢીકા પાટુનો મુંઢ માર મારી ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રોહિતભાઈએ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.