મોરબી: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે મોરબી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંજના પાંચેક વાગ્યાના સમયગાળામાં મોરબી શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ધૂળની આંધી ઉઠ્યા બાદ વરસાદ જેવુ વાતાવરણ જોવા મળ્યું હતું .
ચાલુ વર્ષ ચોમાસુ વેહલું હોય તેવા અણસાર વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની મોરબી સહિતના જિલ્લામાં આગાહી કરી હતી તેવા સમયે જ સોમવારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક હવામાનમાં બદલો આવવાની સાથે ધૂળની ડમરીઓ ઉઠી હતી અને વાંકાનેરમા કરા સાથે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મોરબી મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં જન્મ અને મરણ પ્રામણપત્ર કલર કોપીમા કાઢી આપવા તથા આ પ્રમાણપત્ર કઢાવવામાં પડતી મુશ્કેલીઓ બાબતે યોગ્ય કરવા જાગૃત નાગરિક ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારે મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી મહાનગર પાલિકામાં જન્મ-મરણ વિભાગમાં હાલમાં જે સર્ટિફિકેટ કાઢી આપવામાં...
અત્યાર સુધીના ૫૨ કેમ્પમાં કુલ ૧૪૭૭૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ...
મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા તથા UCD શાખાની દેખરેખ હેઠળ કોલેજના વિદ્યાર્થીઓએ મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રેઇન બસેસ ) ની મુલાકાત લીધી હતી.
જેમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને શ્રી સિધ્ધી ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આ રાત્રી આશ્રય સ્થાન બે...