મોરબીના વાવડી રોડ પરથી વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
મોરબીના વાવડી રોડ આવેલ રવીપાર્કમા વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એ શખ્સને રૂ.૬૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ થી પંચાસર રોડ વચ્ચે આવેલ રવીપાર્કમા વર્લી મટકાના આંકડાનો જુગાર રમી રમાડતો એક ઈસમ અસલમશા રમજુશા શાહમદાર (ઉ.વ.૨૮) રહે. વાવડી રોડ રવિપાર્ક મૂળ રહે. હરબટીયાળી તા. ટંકારાવાળાને રોકડા રૂપિયા ૧૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૬૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ કિશનભાઇ ભરવાડ રહે. માધાપર મોરબીવાળાનુ નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.