મોરબીના વીરપરડા ગામે ફેક્ટરીમાં હેવી કસ્ટીંગ પાઈપથી ગુદાના ભાગે હવા ભરાઈ જતા યુવાનનુ મોત
મોરબી: મોરબીના વીરપરડા ગામની સીમમાં આવેલ ઈટાળીયા વુડન ઇન્દ્રસીજના કારખાનામાં કામ કરતી વેળાએ હેવી કસ્ટીંગ પાઈપથી પોતાના શરીર પરથી કચરો સાફ કરતી સમયે અચાનક ગુદાના ભાગે પાઈપ ફસાય જતા પાછળ હવા ભરાઈ જતા યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીરપરડા ગામની સીમમાં આવેલ ઈટાળીયા વુડન ઇન્દ્રસીજના કારખાનામાં રહેતા સત્વીન્દ્રસિહ બલવીરસિહ ઉ.વ. ૩૩ વાળો ગત તા.૨૬-૧૦-૨૦૨૨ ના રોજ ઈટાળીયા વુડન ઇન્દ્રસીઝના કારખાનામાં કામ કરતી વેખતે હેવી કસ્ટીંગ પાઈપથી પોતાના શરીર પરથી વુડનનો કચરો સાફ કરતા સમયે અચાનક ગુદાના ભાગમાં પાઈપ ફસાય જતા પાછળ હવા ભરાઈ જતા તબીયત લથડતા સારવાર મોરબી ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ચાલું સારવાર દરમ્યાન તા.૨૭-૧૦-૨૦૨૨ ના રોજ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.