આવતીકાલે તારીખ ૧૨ એપ્રિલ હનુમાન જયંતી હોય અને યોગાનુયોગ હનુમાન જયંતી અને શનીવાર સાથે હોવાથી મોરબીના વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરીવાર દ્વારા ધુન ભજન અને મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તારીખ ૧૧-૦૪-૨૦૨૫ ને ને શુક્રવાર ના રોજ સાંજના ૭:૩૦ કલાકે પ્રસાદ રાખેલ છે. તેમજ રાત્રે ૦૮ કલાકે ધુન ભજન રાખેલ છે.
જ્યારે તારીખ ૧૨-૦૪-૨૦૨૫ ને શનીવારના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ ના પવિત્ર દિવસે મારૂતિ યજ્ઞ રાખેલ છે જેનો પ્રારંભ સવારે ૦૭:૦૦ કલાકે તથા મહાપ્રસાદ બપોરના ૧૧:૩૦ કલાકે તથા બિંડુ હોમવાનો સમય સાંજે ૦૩:૩૦ કલાક રાખવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના યજ્ઞ (હવન) ના યજમાન સ્વ. નરભેરામભાઈ ભગવાનજીભાઈ સાદરીયા છે જેથી સાદરીયા પરીવાર તથા તમાંમ દિકરીઓને યજ્ઞમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધ:- આવતા વર્ષે યજ્ઞના યજમાન પદ માટેનો ચડાવો તા. ૧૧-૦૪-૨૦૨૫, શુક્રવાર ના રોજ સાંજે ૫-૩૦ કલાકે હનુમાનજી મહારાજના સાંનિધ્યમાં રાખવામાં આવેલ છે.
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ડર બતાવી કુલ રૂપિયા ૬,૦૪,૦૦૦ ની લુંટ કરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રણછોડનગર શેરી નં -૦૧ મહાદેવજીના મંદિર પાસે આરોપીના ઘરની સામે કાંટાની વાડમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલ કિં રૂ. ૧૧૦૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...