આવતીકાલે તારીખ ૧૨ એપ્રિલ હનુમાન જયંતી હોય અને યોગાનુયોગ હનુમાન જયંતી અને શનીવાર સાથે હોવાથી મોરબીના વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરીવાર દ્વારા ધુન ભજન અને મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તારીખ ૧૧-૦૪-૨૦૨૫ ને ને શુક્રવાર ના રોજ સાંજના ૭:૩૦ કલાકે પ્રસાદ રાખેલ છે. તેમજ રાત્રે ૦૮ કલાકે ધુન ભજન રાખેલ છે.
જ્યારે તારીખ ૧૨-૦૪-૨૦૨૫ ને શનીવારના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ ના પવિત્ર દિવસે મારૂતિ યજ્ઞ રાખેલ છે જેનો પ્રારંભ સવારે ૦૭:૦૦ કલાકે તથા મહાપ્રસાદ બપોરના ૧૧:૩૦ કલાકે તથા બિંડુ હોમવાનો સમય સાંજે ૦૩:૩૦ કલાક રાખવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના યજ્ઞ (હવન) ના યજમાન સ્વ. નરભેરામભાઈ ભગવાનજીભાઈ સાદરીયા છે જેથી સાદરીયા પરીવાર તથા તમાંમ દિકરીઓને યજ્ઞમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધ:- આવતા વર્ષે યજ્ઞના યજમાન પદ માટેનો ચડાવો તા. ૧૧-૦૪-૨૦૨૫, શુક્રવાર ના રોજ સાંજે ૫-૩૦ કલાકે હનુમાનજી મહારાજના સાંનિધ્યમાં રાખવામાં આવેલ છે.
મોરબી: જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પુછીને ૨૬ હિન્દુઓની નિર્મમ હત્યા કરવાના વિરોધમાં મોરબીમાં વિવિધ વેપારી મંડળ દ્વારા આવતીકાલે સવારના ૦૯:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી સંપૂર્ણ મોરબી બંધ રાખવામાં આવશે અને આવતીકાલે સવારે નવ વાગ્યે મોરબી નવા બસ સ્ટેન્ડથી નગરજા સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવશે.
ભારતના...
મોરબી: જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની ઓળખ પૂછીન કરવામાં આવેલ નિર્લજ્જ હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ મોરબી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે તાજેતરમાં બનેલી ઘટનામાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકોની ધાર્મિક ઓળખ...