મોરબીના વિસીપરામાથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના વિસીપરા વિસ્તારમાં પ્રજાપતના કારખાના પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસને સંયુક્તમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મોરબીના વિસીપરા વિસ્તારમાં પ્રજાપતના કારખાના પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સાગરભાઈ ચતુરભાઈ દારોદરા (ઉ.વ.૪૩) રહે. ગુલાબનગર વીશીપરા મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.