મોરબીના વિસીપરામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 60 બોટલ ઝડપાઇ; આરોપી ફરાર
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવી વેચાણ કરે છે તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપી અસ્પાક ઉર્ફે ફતો ઇસ્માઇલભાઇ માણેક ના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૬૦ કિં રૂ. ૮૪,૦૦૦ નો મુદામાલ એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.