મોરબીના વાડી વિસ્તારમા વેઇટર ને ચોર સમજી માર મારનાર ટોળા વિરુદ્ધ ફરીયાદ
મોરબી: મોરબીના શનાળા બાયપાસ નજીક હોટલમાં કામ કરતા નેપાળી યુવકો પોતાના ભાઈના છોકરાના જન્મદિવસની ઉજવણીમાં ચાલીને રવાપર તરફ જતા હોય ત્યારે ૨૦ જેટલા લોકોએ ગંદરાની વાડી પાસે રોડ ઉપર રોકી ચોર સમજી માર માર્યો હતો તેમજ છોડાવવા વચ્ચે પડેલ હોટલ માલિક ને માર માર્યો હોવાની હોટલ માલિકે મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સક્ત શનાળા જાપા અંદર રહેતા નરેશભાઈ માધવજીભાઈ કાંજીયા (ઉ.વ.૫૦) એ આરોપી નવીનભાઈ નકુમ (રહે. ગંદરાની વાડી), પ્રવીણભાઈ નકુમ, મહેશભાઈ કંઝારીયા (રહે બંને ખેરની વાડી), સુરેશ પરમાર (રહે. ગધેઈની વાડી), તથા રઘુભાઇ દાનાભાઈ નકુમ (રહે. ગંદરાની વાડી તેમજ પંદરેક અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે . કે
ગત તા ૦૮-૦૯-૨૦૨૨ ના રોજ રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં ફરીયાદીની માધવ હોટલમાં કામ કરતા માણસોને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એક સપં કરી ફરીયાદીની હોટલમાં કામ કરતા માણસો સાહેદ વિકાસ રામસીંગના ભાઇ ગેની રામસીંગના છોકરાનો જન્મ દીવસ હોય જેથી ઇજા પામનાર સાહેદો ચાલીને રવાપર તરફ જતા હોય જેઓને આ કામના આરોપીઓએ ગંદરાની વાડી પાસે રોડ ઉપર રોકી અહીં મોડી રાત્રીના સુકામ નીકળેલ છો તેમ કહી આરોપી નવીનભાઈએ ફરીયાદીને ઇજા પામનારના મોબાઇલ ઉપરથી ફોન કરી બોલાવી ફરીયાદીએ આ પોતાના હોટલમાં કામ કરતા માણસો હોવાનુ અરોપીઓને જણાવવા છતા અરોપીઓએ હોટલના માણસોને આડેધડ લાકડાના ધોકાઓ તથા લોખંડનો પાઇપ તથા લાકડીઓ તથા ઢીકા પાટુ વડે આડેધડ માર મારી માથામાં ગંભીર ઇજાઓ કરી તેમજ શરીરે હાથમાં તેમજ ચેહરા ઉપર ફ્રેકચર જેવી ઇજાઓ કરી તથા ફરીયાદીને કપાળમાં મુંઢ ઇજા કરી કરી હતી. આ બનાવ અંગે હોટલ માલિક ૨૦ માણસો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાનો ભંગ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.