મોરબી: મોરબીમાંથી વાવાઝોડા પસાર થઈ ગયું તેમ છતાં હજુ પણ ક્યારેક કયારેક પવનના ભારે મોજા ફૂકાય રહ્યા છે. ત્યારે આજે મોરબીના વાવડી રોડ ઉપરના જુના કોમ્પલેક્ષ બિલ્ડીંગની ઉપરની દીવાલ એટલે પારાપેટ પડી ગઈ હતી. કોમ્પલેક્ષની પારાપેટ માથે પડતા બાઇક દબાઈ ગયું હતું. સદભાગ્યે કોઈ જાનહાનિ થઇ નથી.
મોરબીમાંથી વાવાઝોડું પસાર થઈ ગયું છે ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આશાપુરા પાર્કના નાકે આવેલ જૂનું જર્જરિત કોમ્પલેક્ષને વાવઝોડામાં નુકસાન થયું હોય આ કોમ્પલેક્ષની પારાપેટ ધરાશાયી થઈ હતી . જો કે આ પારાપેટ નીચે પડતા ત્યાં પડેલું એક બાઇક દબાઈ ગયું હતું. પણ સદનસીબે જાનહાની થઈ નથી. સ્થાનિકોના જણાવાયા મુજબ વર્ષોથી આ કોમ્પલેક્ષ બંધ છે જૂનું હોય જર્જરિત બની ગયું હતું. શહેરમાં ઘણા મકાનો અને કોમ્પલેક્ષ જર્જરિત હોય જેને વાવઝોડામાં નુકશાન થયું હોય એ પડું પડુંની હાલતમાં હોય મોટી કોઈ દુર્ઘટના બને તે પહેલાં આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે.
