યોગથી તન-મન અને ભાવનાત્મક આરોગ્ય ટનાટન રહે -મોરબીનાં સિનિયર યોગ કોચ વાલજીભાઇ ડાભી
યોગ એટલે રોગ, કામ, ક્રોધ, મોહ, મદ, લોભ પર વિજય
વર્ષ ૨૦૦૯થી વાલજીભાઇ ડાભી યોગની ગંગા વહેવી રહ્યા છે, શાળા, કોલેજમાં શિબિરો કરી યોગના પ્રચાર પ્રસારનું કાર્ય કરી રહ્યા છે.
મોરબી (ખાસ લેખ): યોગ માટે એવું પણ કહેવાય છે કે ‘Art of empty’ એટલે કે ‘ખાલી થવાની કળા’. આપણે અનેક ધારણાઓ, માન્યતાઓ અને પૂર્વગ્રહોથી ભરાયેલા છીએ, આ બધી ગાંઠોને છોડવામાં યોગ પોતાનો મહત્ત્વનો ભાગ ભજવે છે. યોગ આપણને કામ, ક્રોધ, લોભ ,મોહ, મદ પર વિજય મેળવતા શિખવે છે. યોગ એટલે સંયમ –સમર્પણ અને સ્વાધ્યાય. આ પ્રકારના અનેક માર્ગો પર ચાલીને આપણે ત્યાં આરાધના થતી હતી અને આજે પણ થાય છે.
સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનનાં દિવસે ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. મનુષ્યનાં જીવનમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. નિયમીત યોગ કરવાથી અનેક રોગો દુર થાય છે. વતર્માન સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહીત સરકાર દ્વારા લોકોને યોગ તરફ વાળવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજય અને કેન્દ્ર સરકાર યોગનાં પ્રચાર અને પસાર માટે ખુબ જ સારા પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યાં છે.
લોકો યોગ તરફ વળે તે હેતુથી મોરબીનાં સિનિયર કોચ વાલજીભાઇ ડાભી લોકોને યોગ શીખવી રહ્યાં છે. વાલજીભાઇ ડાભીનું કહેવું છે કે, “યોગ એ ભારત દ્વારા સમગ્ર વિશ્વને એક અનમોલ ભેટ છે. યોગ દ્વારા આપણી જીવનશૈલીમાં સુધાર લાવી શકાય છે. યોગથી તન-મન અને ભાવનાત્મક આરોગ્ય ટનાટન રહે છે”.
મોરબીનાં સિનિયર યોગ કોચ વાલજીભાઇ ડાભી વર્ષ ૨૦૦૯થી યોગ સાથે જોડાયેલા છે અને આજ સુધીમાં ૧૦,૦૦૦ થી પણ વધારે લોકોને યોગનું જ્ઞાન પહોંચાડેલ છે. ઉપરાંત વર્ષ ૨૦૧૯થી ગુજરાત રાજય બોર્ડ સાથે જોડાઇ મોરબી જિલ્લામાં કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને યોગમાં ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કરી આયુષ મંત્રાલય હેઠળ લેવાયેલી પરીક્ષા પાસ કરી હતી. તેમજ વર્ષ ૨૦૧૯થી યોગ ટ્રેનર તેરીકે કાર્યરત છે. આ માટે તેમને બોર્ડ દ્વારા પાંચ હજાર રૂપિયા માનદવેતન આપવામાં આવે છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં યોગ ટ્રેનરોની નિમણુક કરવામાં આવે છે. આ ટ્રેનરો લોકોને યોગ શિખવે છે. જે બદલ ગુજરાત રાજય બોર્ડ દ્વારા તેમને ત્રણ હજાર રૂપિયા માનદવેતન આપવામાં આવે છે.
મોરબી જિલ્લામાંથી વાલજીભાઈ ડાભી યોગ શિક્ષકની તાલીમ આપી રહ્યા છે. તેઓ સામાજિક કાર્યકર્તાની સાથો-સાથ શાળા-કોલેજોમાં યોગની તાલીમ અને પ્રચાર પ્રસારનું કાર્ય કરી રહ્યા છે.
આજના તનાવ ભર્યા યુગમાં લોકો અનેક પ્રકારના તનાવમાં રહે છે. તેમજ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. યોગ આ તનાવ અને બીમારીને દુર કરવામાં મદદ કરે છે. તેમજ બાળકોની ઊંચાઈ વધારવા, રોગપ્રતિકારક શક્તિ, ચંચળતા, યાદશક્તિ, માનસિકરોગ, અનિંદ્રા, ગેસ, એસીડીટી, કબજિયાત, સાંધાના દુખાવા, વજન વધારવા કે ઘટાડવામાં યોગ ફાયદા કારક બની રહે છે.
કોઈ પણ યોગાસાન જાતે ન કરતા યોગ્ય માર્ગદર્શકના માર્ગદર્શન હેઠળ જ કરવા જોઈએ. ખાસ કરીને યોગ માટે શાંત વાતાવરણ અને સમતળ જગ્યાની પસંદગી કરવી જોઈએ. તેમજ નેટ ચટાઇ અથવા શેતરંજી પાથરીને જ યોગાસાન કરવા જોઈએ. જમ્યા પહેલા અને જમ્યા પછી ત્રણ થી ચાર કલાકના અંતરાલે જ યોગાસાન કરવા જોઇએ. તેમજ યોગાસાન કરતી વખતે ઝટકા ન આવે તેની પૂર્ણ કાળજી લેવી જોઈએ.
મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે...
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ...
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...