મોરબીની રવીરાજ ચોકડી પાસે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂ/બીયરનો જંગી જથ્થો ઝડપાયો
મોરબી રવિરાજ ચોકડી નજીક ગૂરૂકુળ જવાના રસ્તે આવેલ બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી ઇંગ્લીશ દારૂ/બિયર મળી કુલ કિ.રૂ.૮, ૮૦,૮૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, સુરેશ મારવાડીએ તેના અન્ય માણસો સાથે મળી રવીરાજ ચોકડી પાસે આવેલ જુના સાદુળકા જવાના રસ્તે ગુરુકુળ જવાના રસ્તે આવેલ બંધ ભરડીયાના ખુલ્લા ગ્રાઉન્ડમાં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે અને તેની આ ઇંગ્લીશ દારૂનો જથ્થો હેરાફેરી કરવા અંગેની પ્રવુતી ચાલુમાં છે જેથી આ જગ્યાએ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા ઇંગ્લીશ દારૂ/બિયર મળી કુલ કિ.રૂ. ૮,૮૦,૮૦૦/- નો મુદામાલ પકડી આરોપી સુરેશ મારવાડી તથા તેની સાથેના અન્ય બે માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.