મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા મોરબી જીલ્લાની 6 જેટલી કોલેજોમા આપવામાં આવેલી DIY KITSની જી જે શેઠ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી માટે 4 દિવસ માટે DIY KITS WORKSHOPનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થી માટે રોબોટિક્સ ટેક્નોલોજી,ડ્રોન,મિકેનિકલ કિટ્સ,અગ્રિક્લચર કિટ્સ, જેવી અધતન ટેકનોલોજી વાળી કિટ્સની ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજન કરેલું હતું. જેમાં જી જે શેઠ કોમર્સ કોલેજના ટ્રસ્ટી તેમજ પ્રિન્સીપાલ ગરમોરા સાહેબ અને “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો ઓર્ડીનેટર દીપેનકુમાર ભટ્ટ તેમજ યશ ભાઈ કંઝારિયા દ્વારા વિદ્યાર્થી માટે માહિતી પૂરી પાડી હતી .
વિદ્યાર્થી આત્મા નિર્ભર બને અને રાષ્ટ્રને ન્યૂ ટેક્નોલોજી મળતી રહે હેતુથી આ પ્રકારની કિટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે “આર્ય ભટ્ટ” વિજ્ઞાન કેન્દ્ર અને મોરબી જીલ્લાની કોલેજો વિદ્યાર્થીમાં ન્યૂ ટેકનોલોજીના બીજ રોપશે
