મોરબીની જનકપુરી સોસાયટી ચોકમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ધ ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રૂપિયા ૧૨૫૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ધ ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો નિતાઇ હરીપ્રસાદ ઉપાધ્યાય (ઉ.વ-૩૫) રહે-મોરબી-૨ ધ ફર્ન હોટલ પાસે જનકપુરી સો.સા શેરીનં-૧, શશીકાંત રમેશભાઇ પાંડે (ઉ.વ-૨૮) રહે-મોરબી-૨ ધ ફર્ન હોટલ પાસે જનકપુરી સો.સા શેરીનં-૧, આશુતોષ અશોકભાઇ ઉપાધ્યાય (ઉ.વ-૩૦) રહે-મોરબી-૨ ધ ફર્ન હોટલ પાસે જનકપુરી સો.સા શેરીનં-૧, પ્રવિનકુમાર ગણેશશંકર શુક્લા (ઉ વ-૨૭), રહે.જનક્પુરી સોસાયટી બ્લોક નં-૧ મોરબી-૨, બલરાજ રોસનલાલ યાદવ (ઉ વ-૨૨) રહે.જનકપુરી બ્લોક નં-૧ મોરબી-૨, રજનીશ રાજકરણ ત્રીવેદી (ઉ વ-૨૫) જાબુડીયા રહે.જનકપુરી બ્લોક નં-૬ મોરબી-૨, શનીભાઇ મનસુખભાઇ નારણીયા (ઉ વ-૨૭) રહે.મકનસર ગોકુલ નગર તા જી મોરબી, વિજયભાઇ રમેશભાઇ નારણીયા (ઉ વ-૨૭) રહે.થાંન સરવોદય સોસાયટી જીલ્લો સુરેન્દ્રનગરવાળાને રોકડ રૂપિયા ૧૨,૫૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.