Wednesday, September 3, 2025

મોરબીની જનતાને મળશે વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો: ૭૬ કરોડ ના સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટને સરકારની લીલી ઝંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાના જુદા જુદા હદ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર નેટવર્ક નાખવાના કામ મંજુર.

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જુદા જુદા નીંચાણવાળા વિસ્તારો જેવા કે લાયન્સ નગર, વિશીપરા, અમરેલી વિસ્તાર, રણછોડનગર વગેર જેવા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણી ભારાવાવનો પ્રશ્નો રહે છે. ત્યાં ના લોકો ને અનેક સમસ્યાઓ ઉદભવે છે. તે રહેણાક વિસ્તારમાં વસતા લોકોને આ પાણી ભરાતા વિસ્તારમાં થઈને અવર જવર કરવી પડે છે અને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઉપરોક્ત વિસ્તારમાં પડતી સમસ્યાને ધ્યાને લઈ કાયમી નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ તમામ વિસ્તારો નો સર્વે કરાવીને તેનો પ્રાથમિક DPR તૈયાર કરાવવામાં આવેલ અને સરકાર માં તા-૨૩-૦૪-૨૦૨૫ ના રોજ દરખાસ્ત કરવામાં આવેલ હતી. જેની રકમ રૂ-૭૬ કરોડ છે અને તેની મંજુરી GUDM (ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન) દ્વારા તા:૨૨-૦૮-૨૦૨૫ ના રોજ મંજુરી મળેલ છે.આ નવી યોજના અંતર્ગત નિમ્નલિખિત વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખીને સમસ્યાનું નિરાકરણ કરવામ આવશે.

પ્રમુખ વિસ્તારો કે જેમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવશે: જેમાં લાયન્સ નગર મેઈન રોડ, અમરેલી વિસ્તાર, ગુજરાત મેરી ટાઈમ મેઈન રોડ અને મદીના પરા, વિશીપરા, મહેન્દ્રપરા, કન્યા છત્રાલય થી શનાળા રોડ, કન્યા છાત્રાલય થી ધુતારી ડ્રેઈન, નવલખી હાઈવે થી ધુતારી ડ્રેઈન, આલાપ પાર્ક સોસાયટી કમલપાર્ક સોસાયટી પાસે. કમલપાર્ક સોસાયટી અને વૃષભનગર.

ઉક્ત તમામ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવશે જેથી આગામી સમયમાં પાણી ભરાવવાના પ્રશ્નોનું સુખદ નિવારણ થશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર